આ હું કેવી રીતે સમજાવું.

Hello All!

This is something in Gujarati! May be there might be some mistakes so apologies in advance.

Share your view in the comment section below!

અનેક અસમાનજશ મનમાં છે,
બધા જ લોકો ખુશ છે,
પણ કયાંક કંઈક અધુરું લાગે છે,
આ હું કેવી રીતે સમજાવું.

જે વસ્તુઓની આશા હતી,
એ પલ પલ તૂટયા જ જાય છે,
બધા સપનાઓ ટમ ટમતા તારલા જેમ અંત પામે છે,
આ હું કેવી રીતે સમજાવું.

મનમાં ઈચ્છાઓ બળીને ભસ્મ થઈ જાય છે,
હ્રદય નદીના જેમ પાણી પાણી થઈ જાય છે, 

 છતાં કાંઈક અધુરું લાગે છે,
આ હું કેવી રીતે સમજાવું. 



 

એવું નથી કે એમની ખુશીમાં હું ખુશ નથી,
પણ કયાંક મનમાં ખુણે ખાંચરે,
હું મારું અસ્તિત્વ શોધું છું,
આ હું કેવી રીતે સમજાવું.

સમજું છું કે સપનાઓ ખોટા હતા,
તો પછી દિશા પણ ખોટી હોવની,
સવાર પડી વાસ્તવિકતા સામે આવી,
પણ આ હું મારા મનને કેવી રીતે સમજાવું.

પ્રશ્ન ઘણા છે મનમાં,
પણ કોઈ પાસે જવાબ નથી,
આથી કદાચ કંઈક અધુરું લાગે છે,
આ હું કેવી રીતે સમજાવું.

જેમનો ગુનો નથી એ ખુશ છે,
જેમનો ગુનો છે એ પણ ખુશ છે,
દુઃખી તો ખાલી એ છે જેને ગુનેગાર બતાવ્યો.
પણ આ હું કેવી રીતે સમજાવું.

ફરીયાદ છે મને એ મૂર્તિ પાસે,
જેને મારા શ્વાસ રૂપી સ્વાભિમાન સોંપ્યું,
કેમ ખાલી સ્વાભિમાન લીધું?
જેના વગર આ શ્વાસ કોઈ કામનો નથી.

આથી કદાચ અધુરું લાગે છે,
પણ આ હું કોને અને કેવી રીતે સમજાવું?



Thank You!

Comments

Popular posts from this blog

Essential key to be Elite Goal Setter.

LESSON FROM A SMALL SEED

Blessing in Disguise!